ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નર શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. વોર્નરે ટ્રેવિસ હેડ સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. કાંગારૂ ઓપનરે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નરે પોતાની ઈનિંગ દરમિયાન 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 124ના સ્ટ્રાઈક રેટથી રમતા વોર્નરે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.
કોહલીથી આગળ નીકળ્યો વોર્નર
ડેવિડ વોર્નર હવે 50 ઓવરના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. વોર્નરે હવે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વોર્નરના નામે હવે 1405 રન છે, જ્યારે વિરાટે વર્લ્ડ કપમાં 1384 રન બનાવ્યા છે. વોર્નર પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી ચૂક્યો છે. હિટમેને વર્લ્ડ કપમાં 1289 રન બનાવ્યા છે.
વોર્નર-હેડની તોફાની ભાગીદારી
ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેડે માત્ર 19.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 175 રન જોડ્યા. હેડે 67 બોલમાં 109 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન કાંગારૂ બેટ્સમેને 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા.