ઇઝરાયેલ-હમાસની લડાઇમાં ગાઝામાં હજારો લોકો માર્યા ગયા છે. હમાસના રોકેટ હુમલા પછી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી વાયુસેનાનો હવાઇ હુમલો ચાલુ છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ બોમ્બનો વરસાદ કરી રહ્યું છે જેમાં 8 હજાર લોકોના મોત થયા છે.
હમાસ શાસિત ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, પેલેસ્ટાઇનમાં મૃતકોની સંખ્યા 8000 કરતા વધુ થઇ ગઇ છે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. કબ્જા ધરાવતા વેસ્ટ બેન્કમાં હિંસા અને ઇઝરાયેલી દરોડામાં 110થી વધુ પેલેસ્ટાઇની માર્યા ગયા છે. નિવેદન અનુસાર ગાઝામાં મૃતકોની સંખ્યા વધીને 8005 પેલેસ્ટાઇનીઓ સુધી પહોંચી ગઇ છે જેમાં 3300થી વધુ સગીર અને 2000થી વધુ મહિલાઓ સામેલ છે.
ઇઝરાયેલી સરકાર અનુસાર, હમાસ આતંકવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા હુમલામાં ઇઝરાયેલમાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં 310 સૈનિક પણ સામેલ છે. 229 બંધકોમાંથી હમાસે ચારને છોડી મુક્યા છે.