એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવાર અને કંપનીની પીએમએલએ હેઠળ 538 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું કે, મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ મેસર્સ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) સામે રૂ. 538.05 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે.
એટેચ કરેલી સંપત્તિમાં 17 રહેણાંકનો સમાવેશ થાય છે. આ સંપત્તિ દુબઈ, લંડન અને ભારતમાં સ્થિત છે. CBIએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ઉપરાંત પૂર્વ એરલાઈન નિદેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. CBI FIRમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરાનો આરોપ મૂક્યો હતો.