ગુજરાતમાં જુવાનજોધ યુવાનોમાં હાર્ટ એટેકનો કહેર યથાવત રહેતા ચિંતાજનક વિષય બની રહ્યો છે.પહેલાં તો દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હતા હવે મધ્ય ગુજરાતના પંચમહાલમાંથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવતા મામલો ગંભીર બનતો જાય છે. આજે રાજકોટમાં બે, અને ગોધરામાં એક જુવાનજોધ યુવાનને હાર્ટ એટેક આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગોધરામાં હાર્ટ એટેક આવનાર યુવાન તો હજુ દોઢ માસ પહેલા જ પિતા બન્યો હતો.