ભાજપના ગુજરાત એકમે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં રેકોર્ડ સર્જયો છે. રાજયની 182 વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ ગામેથી માટી લઈને 75 ઈલેકટ્રીક કારોનો કાફલો પાર્ટીના દિલ્હી મુખ્યાલયે પહોંચ્યો તો ત્યાં તેમનું જોરદાર સ્વાગત થયું હતું. ભાજપ નેતાઓ અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે 75 ઈલેકટ્રીક કારો દિલ્હી પહોંચી તે એક રેકોર્ડ છે.
વડાપ્રધાન મોદીની અપીલ પર ‘મારી માટી મારો દેશ’ અભિયાન કેન્દ્ર સરકારે કર્યું છે. આ ક્રમમાં ગુજરાતની બધી 182 વિધાનસભાઓમાંથી માટી એકત્ર કરાઈ હતી. જેને પહેલા ગાંધીનગર લાવવામાં આવી હતી.અહી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે 29મી ઓકટોબરે ઈલેકટ્રીક ગાડીઓમાં આ માટીને દિલ્હી રવાના કરી હતી.
ભાજપના મધ્ય ગુજરાતના મીડીયા ઈન્ચાર્જ સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે ઈલેકટ્રીક ગાડીઓમાં માટી દિલથી લઈ જવાનો ઉદેશ પ્રદુષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કુલાલકરે જણાવ્યું હતું કે, અમદાવાદથી દિલ્હી પહોંચવાના ક્રમમાં ઈવીએ લગભગ 2 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. દરેક જગ્યાએ ચાર્જીંગની વ્યવસ્થા પણ કરાઈ હતી. અમે આ ઘટનાને રેકોર્ડના સ્તરે નોંધાવવા નોમિનેશન ફાઈલ કરાવશે.