મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ભાવનગર-ઘોઘા આગામી તા.૧૦ને શુક્રવારથી તા.૧૭ને શુક્રવાર સુધી દિવાળી-નુતન વર્ષના ધાર્મિક તહેવાર નીમીતે રજા પાળશે. આથી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. આમ માર્કેટીંગ યાર્ડ આઠ દિવસનું વેકેશન પાળશે.
ભાવનગર માર્કેટયાર્ડ આગામી તા.૧૦-૧૧ને શુક્રવારથી તા.૧૭-૧૧ને શુક્રવાર સુધી દિવાળી-નુતનવર્ષના ધાર્મિક તહેવારો નિમીતે અનાજ–કઠોળ તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરરાજીનું કામકાજ બંધ રહેશે. જે તા.૧૮-૧૧ને શનીવાર (લાભ પાંચમ)થી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. તેમજ તમામ જણસીની નવી આવક તા.૧૭-૧૧ને શુક્રવારના રોજથી સાંજના ૬ કલાકથી સવારના ૮ કલાક સુધી રાબેતા મુજબ ઉતારવા દેવામાં આવશે. જેની લાગતા વળગતા ખેડુતો, વેપારીભાઈઓ અને વાહન માલીકોએ નોંધ લેવા માર્કેટયાર્ડ અને વેપારી એસોશીએશનની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે.






