પાલીતાણાના સોનતરી ગામ નજીકથી ૧૪૪ બોટલ ઇંÂગ્લશ દારૂ ભરેલી કાર સાથે વિરપુરના એક શખ્સને ઝડપી લઇ પાલીતાણા ટાઉન પોલીસે રૂ. ૨.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટાફ ગત રાÂત્રના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોનપરી ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી ઇંÂગ્લશ દારૂની ૧૪૪ બોટલ, કિં. રૂ. ૫૭,૬૦૦ ભરેલી મારુતિ સુઝુકી કંપનીની Âસ્વફ્ટ કાર નં. જી.જે.૦૪- બી.ઈ.- ૮૧૪૫ સાથે મિલન ભુપતભાઈ ગોહિલ રહે. વિરપુર ગામ,તા. પાલીતાણા ને ઝડપી લીધો હતો.
પાલીતાણા પોલીસે ઇંગ્લીશ દારૂ,કાર તેમજ ૦૧ મોબાઇલ મળી કુલ રૂ. ૨,૫૮,૧૦૦ ના મુદ્દામાલ સાથે મિલન ભુપતભાઈ ગોહિલની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર ઘનશ્યામ ઉર્ફે ઘનો બોઘાભાઈ બારૈયા રહે. થોરાળી તા. પાલીતાણા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.