ભાવનગર મહાપિલાકના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સવારથી કાર્યવાહી હાથ ધરી દબાણો દુર કરાયા હતા સાથે કેટલોક માલસામાન જપ્ત કરી અને ગેરકાયદે રીતે પાર્ક થયેલા વાહનોને લોક મારી દંડ વસુલવામાં આવ્યો હતો.
મહાપાલિકાની ટીમ દ્વારા સવારે શહેરના નવાપરા વિસ્તારમાં રાઉન્ડ લેતા બે બગી, એક બસ તથા રિક્ષા ટ્રાફીકને અડચણરૂપ ગેરકાયદે રીતે પાર્ક થયેલી જણાતા તેને લોક મારી દંડ વસુલ્યો હતો. જ્યારે એક લારી જપ્ત કરાઈ હતી. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક વાહનને લોક મારી એક કેબીન જપ્ત કરાઈ હતી. તો વિદ્યાનગરમાં અસ્થાયી દબાણો દુર કરી બે કાઉન્ટર અને એક લારી જપ્ત કરાયેલ જ્યારે ચાર વાહનોને લોક મારવામાં આવ્યા હતા. જેલ રોડ પરથી કાઉન્ટ અને બે ખુરશી જપ્ત કરાઈ હતી.