ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક ઉર્ફી જાવેદની મુંબઈ પોલીસ દ્વારા કથિત રીતે ધરપકડ કરવામાં આવી રહી હોવાનો વાયરલ વીડિયોમાં સાચો નહતો.“નકલી પોલીસ દ્વારા ઉર્ફીની ધરપકડ” વાળા વિડીયો મામલે હવે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે સરકારી ચિહ્ન અને પોલીસ યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં મામલે કેસ નોંધ્યો છે.
ભ્રામક વિડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ, કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ઓશિવારા પોલીસ સ્ટેશન ખાતે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે વધુ તપાસ ચાલુ છે, “નકલી પોલીસવાળા” લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઉર્ફી જાવેદએ સોશિયલ મીડિયામાં લોક્પ્રિયતા માટે વિડીયો બનાવ્યો હતો જે આજે સવારથી જ વાયરલ થઇ રહ્યો હતો.