વર્લ્ડકપ 2023માં રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એક બાજુ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસે જ આફ્રિકા સામે વન-ડે કરિયરની 49મી સદી ફટકારીને ક્રિકેટના ગોડ કહેવાતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. નોંધનીય છે કે, સચિને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં 49 સદી ફટકારી છે.
આ અગાઉ વિરાટ કોહલી વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ચૂકી ગયો હતો. ત્યારે બાદ શ્રીલંકા સામેની મેચમાં પણ વિરાટ સેન્ચુરી મારવાથી ચૂકી ગયો હતો. ત્યારે કોહલીએ 35માં જન્મદિવસે જ ઈડન ગાર્ડન્સ મેદાનમાં આખરે 49 સદી ફટકારી છે.