પીએમ મોદીએ છત્તીસગઢમાં પોતાનો સ્કેચ લઇને આવેલી આકાંક્ષા નામની દીકરીને પત્ર લખીને તેને આશિર્વાદ આપ્યા છે.પીએમ મોદી છત્તીસગઢના કાંકેરમાં એક રેલી કરી રહ્યા હતા જેમાં સંબોધન દરમ્યાન એક કિશોરી તેનો સ્કેચ લઇને મોડે સુધી ઉભી હતી. જ્યારે પીએમ મોદીની આ છોકરી પર નજર પડી તો તેમણે બાળકી પ્રત્યે ખુબ પ્રેમ વરસાવ્યો હતો અને વાયદો કર્યો હતો કે તેને પત્ર લખીને જવાબ આપશે. મોદીએ સુરક્ષા કર્મીઓ દ્વારા બાળકી પાસેથી પોતાનો સ્કેચ મેળવ્યો હતો.
પત્રમાં મોદીએ બાળકીને આશિર્વાદ આપીને લખ્યું હતું કે છત્તીસગઢના લોકો પાસેથી તેને પ્રેમ મળ્યો છે. છત્તીસગઢના લોકોએ દેશની પ્રગતિ માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે.