અમદાવાદ શહેર હવે ડ્રગ્સનું શહેર બની રહ્યું હોય તેમ ગુનેગારો ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સના કારોબાર સાથે રાજ્ય બહારથી ગુજરાતમાં ડ્ર્ગસ લાવનારા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડા જીઆઈડીસી નજીકથી અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઈ બ્રાન્ચે બાતમીના આધારે અફીણના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. સાથે આ અફીણ ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં ક્રાઈમબ્રાન્ચે 5 કિલો અફીણના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ અફીણનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. અફીણનો જથ્થો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.
દારુબંધી ધરાવતા ગુજરાતમાં હવે ડ્રગ્સનો કારોબાર સામાન્ય બાબત બની રહી છે. થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે હવે નશેડીઓ માટે અમદાવાદમાં અફીણનો વેપાર પણ થવા લાગ્યો છે. નરોડા ક્રાઈમ બ્રાન્ચે 5 કિલો અફિણ સાથે બે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.