ગરીબ અને આર્થિક પછાત નાના વેપારીઓ શાંતિથી ધંધો કરી રોજગાર મેળવી શકે તે હેતુથી અદાલત દ્વારા સ્ટે અપાતો હોય છે જેથી કરીને કોર્પોરેશન તંત્ર દ્વારા સબંધિત લારી-ગલ્લાને હટાવવામાં ન આવે પરંતુ ભાવનગરમાં સ્ટે.વાળા લારી-ગલ્લાની આડમાં બાજુમાં અન્ય કેબીનો ગોઠવી ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે દબાણો ખડકવામાં આવે છે. શહેરના નવાપરા વિસ્તારમાં આજે આવો વધુ એક કિસ્સો મ્યુ. તંત્રના ધ્યાને આવતા એસ્ટેટ વિભાગે કડકાઇ દાખવી સ્ટે.વાળા કેબીનને છોડીને બાજુમાં ખડકાયેલ બે ફ્રીઝ તથા ટેબલ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત શહેરના તિલકનગરમાં દીપ પાર્ટી પ્લોટની સામે બે કેબીન ગેરકાયદે મુકાતા તેને આજે જપ્ત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત શહેરના સંસ્કાર મંડળ પાસેના હંસ કોમ્પ્લેક્ષમાં પા‹કગની જગ્યામાં ગેરકાયદે ઉભા રહેતા દાબેલીવાળાનું કાઉન્ટર જપ્ત કરવામાં આવ્યું હતું અથવા એક માંડવો અને બે શેડનું દબાણ દુર કરી બે ટેબલ સહિતનો સામાન જપ્ત લેવામાં આવેલ.