Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

ટેક્સાસમાં પચાસ વર્ષ બાદ બનનારી રિફાઇનરી અંગે ટ્રમ્પે કરી જાહેરાત : ભારતની ભાગદારીને ગૌરવરૂપ ગણાવી

dharmendravaghela by dharmendravaghela
2026-03-11 11:40:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેટ્રોલિયમ સ્ત્રોતો અને વેપાર પર યુએસનું પ્રભુત્વ જમાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, અહેવાલો મુજબ પેટ્રોલિયમ માટે જ તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ કરાવ્યું અને સત્તા પલટો કરાવ્યો, હવે ઈરાન પર યુએસ સતત હુમલા કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પે મંગળવારે યુએસમાં એક નવી ઓઇલ રિફાઇનરી બનાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ૩૦૦ અબજ ડોલરના ઐતિહાસિક સોદાની જાહેરાત કરી, ટેક્સાસ રાજ્યમાં બનનારી આ રીફાઈનરી છેલ્લા 50 વર્ષમાં પહેલી રીફાઈનરી હશે, આ રીફાઈનરીમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ દ્વારા રોકાણ કરવામાં આવશે.
પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “હું એ જાહેરાત કરતા ગર્વ અનુભવી રહ્યો છું કે કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ઓઇલ રિફાઇનરી ખોલી રહ્યું છે, જે 50 વર્ષમાં યુએસની પહેલી નવી રીફાઈનરી હશે.”
ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, “આ ૩૦૦ અબજ ડોલરની ઐતિહાસિક ડીલ છે, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ડીલ છે, આ અમેરિકન કામદારો, એનર્જી સેક્ટર અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે એક મોટી જીત.

આ સાથે ટ્રમ્પે ભારત સાથે સોદાની જાહેરાત કરતા ટ્રમ્પે લખ્યું, “આ મોટા રોકાણ માટે ભારતના અમારા ભાગીદારો અને તેમની સૌથી મોટી ખાનગી માલિકીની ઊર્જા કંપની, રિલાયન્સનો આભાર.
ટ્રમ્પે જણાવ્યું કે બ્રાઉન્સવિલે બંદર પર બનનારી આ નવી રિફાઇનરી યુએસ બજારોને નવી ઉર્જા આપશે,, આપણી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, અમેરિકન ઉર્જા ઉત્પાદનને વેગ આપશે, અબજો ડોલરનો આર્થિક ફાયદો પહોંચશે અને આ વિશ્વની સૌથી ક્લીન રિફાઇનરી હશે..
પોસ્ટની શરૂઆતમાં ટ્રમ્પે લખ્યું તેમનું વહીવટીતંત્ર ઊર્જા ક્ષેત્રમાં યુએસનું પ્રભુત્વ જમાવવાની પોલિસી અપનાવી રહ્યું છે.
અહેવાલ મુજબ અગાઉ જૂન 2024 માં એલિમેન્ટ ફ્યુઅલ્સ દ્વારા ટેક્સાસમાં રિફાઇનરી બનાવવા અંગે જાહેરાત કરી હતી, જેના માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી, દરરોજ લગભગ 160,000 બેરલ ઓઈલનું પ્રોસેસિંગ કરવા માટે પ્લાન્ટ બનાવવા માટે જરૂરી પરવાનગીઓ મેળવી છે. એલિમેન્ટ ફ્યુઅલ્સનું વેબ એડ્રેસ હવે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગની વેબસાઇટ પર રીડાયરેક્ટ થઇ રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ નવી રિફાઇનરી બનાવશે.

Tags: oi refinaryreliancetexasUSA
Previous Post

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

Next Post

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું 'ડેથ વેલી': ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.