બાયડનાં પૂર્વ ધારાસભ્યએ રાજસ્થાનની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને છે.
પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે કહ્યું હતું કે, રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો છે.





