ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસની ભરતીના નિયમોમાં સંભવિત રીતે ધરખમ ફેરફાર થવા જઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે.
લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હાલ માહિતી મુજબ CMની અધ્યક્ષતામાં આ નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે હવે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.