ઇઝરાયલી સંરક્ષણ દળોએ પેલેસ્ટિનિયન શહેર જેનિન પર હુમલો કર્યો છે, કલાકો સુધી બંદૂકધારીઓ સાથે અથડામણ ચાલી હતી જેમાં 18 પેલેસ્ટિનિયનના મૃત્યુ થયા છે હમાસનો ખાત્મો કરવા માટે ઈઝરાયેલ છેલ્લા એક મહિનાથી ગાઝા પટ્ટી પર ખતરનાક હુમલા કરી રહ્યું છે. જો કે, આ લડાઈ ધીરે ધીરે હવે પશ્ચિમ કાંઠા સુધી પહોંચી ગઈ છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ પેલેસ્ટિનિયન શહેર જેનિન પર હુમલો કર્યો છે. કલાકો સુધી બંદૂકધારીઓ સાથે અથડામણ ચાલી હતી.વિગતો મુજબ જેમાં 18 પેલેસ્ટિનિયનના મૃત્યુ થયા છે.
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેસ્ટ બેન્કમાં અલગ-અલગ ઘટનાઓમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા 18 પેલેસ્ટિનિયન મોતને ઘાટ ઉતાર્યા છે. ગાઝા પટ્ટીમાં હમાસ પર ઈઝરાયેલએ કરેલા હુમલામાં અનેક લોકોના મોત થયા છે. ઇઝરાયલી સૈનિકો સશસ્ત્ર આતંકવાદીઓ સામે લડ્યા હતાં. કલાકો સુધી ગોળીઓનો અવાજ આવતો રહ્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમણે શહેરમાં આતંકવાદ વિરોધી કામગીરી શરૂ કરી હતી અને સશસ્ત્ર આતંકવાદીઓના જૂથ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જેમાં 20 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બંદૂકો અને દારૂગોળો બંને જપ્ત કરવામાં આવ્યા હતા.
પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેનિન ગવર્નરેટ પર ઇઝરાયેલના આક્રમણનો હેતુ વેસ્ટ બેકની સ્થિતિને વધુ ખરાબ કરવાનો હતો. ઈઝરાયેલનો દાવો છે કે 150 આતંકવાદીઓ માર્યા ગયા છે. 401મી બ્રિગેડે હમાસની શાતી બટાલિયનની ચોકી બદરને ખતમ કરી દીધી છે.