ChatGPIT બનાવનાર કંપની OpenAIના સહ-સ્થાપક અને CEO સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે. બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. OpenAIએ આ માહિતી આપી હતી.
પૂર્વ CEO ઓલ્ટમેને સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે OpenAIમાં વિતાવેલો સમય મને ગમ્યો અને મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો અને હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી જણાવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હાલના સમય માટે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી CEOની શોધ પણ ચાલુ રાખશે. આ સિવાય OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.