ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલ સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેજીંગ મશીન લઇ કામગીરી માટે ગયેલા મ્યુ. સફાઇ કામદાર અન્ય કામદારને બચાવવા જતા કાળનો કોળીયો બની ગયા હતાં. આ બનાવમાં છાનબીન માટે દિલ્હીથી નેશનલ સફાઇ કર્મચારી આયોગની ટીમે ભાવનગર આવી સ્થળ તપાસ કરવા સાથે ભોગગ્રસ્ત લોકોને મળી વિગતો મેળવી સાંત્વના પાઠવી હતી.
વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટમાં ગત તા.૧૦ નવેમ્બરના ડ્રેજીંગ મશીન લઇને ગયેલા મ્યુ. સફાઇ કર્મચારી રાજેશભાઇ વેગડ અન્ય વ્યÂક્તને બચાવવા જતા પોતે મોતના મુખમાં ધકેલાઇ ગયા હતાં. સેન્ટ્રલ સોલ્ટના કોન્ટ્રાક્ટ પરના કર્મચારી સેÂપ્ટક ટેન્કમાં ઉતરતા ગુંગળામણ થતા તેને બચાવવા મ્યુ. સફાઇ કામદાર રાજેશભાઇ દોડી ગયા હતા અને ટેન્કમાં ઉતરી ફસાયેલા સુરેશભાઇ ગરાડીયા નામના કર્મચારીને બહાર ધકેલ્યા હતાં. આ બનાવમાં સુરેશભાઇ તો બચી ગયા પરંતુ તેની વ્હારે દોડેલા રાજેશભાઇ ટેન્કમાં જ ફસડાઇ પડ્યા હતા અને બેભાન હાલતે હોÂસ્પટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવમાં મહાપાલિકા દ્વારા સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર તાકીદના ધોરણે ભોગગ્રસ્ત સફાઇ કર્મચારીના પરિવારને રૂ.૩૦ લાખના વળતરનો ચેક સુપ્રત કરાયો હતો. શરૂઆતમાં આ બનાવમાં પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો પરંતુ આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. કોર્પોરેશન દ્વારા મૃતકના વારસદારને નોકરી માટે સરકારમાં દરખાસ્ત કરવા બાહેંધરી અપાઇ હતી આથી મૃતકનો દેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કરાતા વિવાદ શમ્યો હતો.
હવે આ પ્રકરણમાં દિલ્હીથી તપાસ માટે નેશનલ સફાઇ કર્મચારી આયોગની ટીમે ચેરમેન એમ. વેન્કેટેશના નેતૃત્વમાં આજે ભાવનગરમાં બનાવ સ્થળની મુલાકાત કરી હતી. આયોગની ટીમ ગત રાત્રે અમદાવાદથી મોટર માર્ગે ભાવનગર આવી પહોંચી હતી અને આજે સવારે સેન્ટ્રલ સોલ્ટ ખાતે ઘટના સ્થળની વિઝીટ કરી હતી તેમજ ભોગગ્રસ્ત સફાઇ કર્મચારીના પરિવાર સાથે મુલાકાત કરેલ. ઉપરાંત હોÂસ્પટલમાં સારવાર તળે રહેલા સેન્ટ્રલ સોલ્ટના કોન્ટ્રાક્ટ પરના સફાઇ કર્મચારીને મળીને સ્વાસ્થ્યના હાલચાલ પુછ્યા હતાં. બાદમાં મ્યુ. કમિશનર, કલેક્ટર અને એસ.પી. સાથે બેઠક યોજી હતી.