છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે કહ્યું કે યમનના હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં ભારત આવતા ઇઝરાયેલના એક જહાજનું અપહરણ કર્યું છે. ઇઝરાયેલનો દાવો છે કે રવિવારે જહાજ સાથે ચાલક દળના બે ડઝનથી વધુ સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તે સમયે જહાજ તુર્કીના કોરફેઝમાં હતો અને ગુજરાતના પિપાવાવ તરફ આવતું હતું. આ ઘટના પછી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ટકરાવ એક નવા દરિયાઇ મોર્ચા પર ફેલાઇ શકે છે. યમનમાં ઇરાન સમર્થિક હૂતી વિદ્રોહીઓએ કહ્યું કે તેમણે ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજનું અપહરણ કર્યું છે અને તેના ચાલક દળના સભ્યોને બંધક બનાવ્યા છે.
વિદ્રોહીઓના જૂથે ચેતવણી આપી છે કે તે ઇઝરાયેલ સાથે જોડાયેલા અથવા તેના જહાજને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં નિશાન બનાવવાનું ત્યાર સુધી ચાલુ રાખશે જ્યાર સુધી ઇઝરાયેલનું ગાઝામાં હમાસના શાસકો વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. વિદ્રોહીઓએ લાલ સાગરમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજને નિશાન બનાવાવની ધમકી આપી હતી.
હૂતી વિદ્રોહીઓ પર દરિયામાં મહત્ત્વપૂર્ણ નૌવહન માર્ગથી મિસાઇલ અને ડ્રોન મોકલવાની શંકા હતી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઓફિસે કહ્યું કે બહામાસ-ધ્વજ ધરાવતા અપહરણ કરાયેલા જહાજમાં બુલ્ગારિયન, ફિલિપિનો, મેક્સિકન અને યૂક્રેની સહિત વિવિધ દેશના નાગરિક ચાલક દળના 25 સભ્ય હતા પરંતુ કોઇ ઇઝરાયેલી નહતો. નેતન્યાહૂની ઓફિસે ગેલેક્સી લીડર નામના જહાજનું અપહરણની ટિકા કરતા તેને આતંકી કૃત્ય ગણાવ્યું છે. ઇઝરાયેલી સેનાએ અપહરણની ઘટનાને ગંભીર ઘટના ગણાવી છે. ઇઝરાયેલી અધિકારીઓએ ભાર આપીને કહ્યું કે જહાજ બ્રિટિશ અને જાપાન દ્વારા સંચાલિત હતું.