અમેરિકાના કેલિફોર્નિયામાં કોર્ટે એક વ્યક્તિને 707 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિને 16 છોકરાઓની છેડતી કરવા અને બીજાને પોર્નોગ્રાફી બતાવવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, તમામ પીડિતો જ્યારે 2 થી 14 વર્ષની વય વચ્ચે ઝક્રઝેવસ્કીની દેખરેખ હેઠળ હતા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ તમામ ગુનાઓ 2014 થી 2019 વચ્ચે થયા હતા.પહેલો કેસ મે 2019 માં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પરિવારના એક સભ્યએ તેના 8 વર્ષના પુત્ર વિરુદ્ધ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમ જેમ તપાસ આગળ વધી તેમ, અન્ય 11 પીડિતો કેલિફોર્નિયામાં મળી આવ્યા.
18 નવેમ્બરના રોજ, કેલિફોર્નિયા ઓરેન્જ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટે, કેસની સુનાવણી દરમિયાન, દોષિત ઝાક્રઝેવસ્કીને ‘માણસ’ના રૂપમાં એક રાક્ષસ’ ગણાવ્યો હતો. એટર્ની ટોડ સ્પિટ્ઝરે કહ્યું, “આ વિખેરાયેલી નિર્દોષતા અને અમૂલ્ય બાળપણનો મામલો છે જે 17 નાના નિર્દોષો પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. આ બાળકો ક્યારેય એવા લોકોને જાણશે નહીં કે તેઓ ખરેખર બનવાના હતા. તેમનું બાળપણ નષ્ટ પામ્યું છે. ‘માણસ’ના વેશમાં રહેલા ‘વરુ’ એ તેનો નાશ કર્યો છે.
તેમની સામેના આરોપો અંગે કોર્ટમાં સુનાવણી દરમિયાન,આરોપીએ પોતાના કૃત્યો પર પસ્તાવો કરવાને બદલે હસતા રહ્યા અને પીડિત પરિવારોની માફી માંગવાનો ઇનકાર કર્યો. તેણે એ કહ્યું, “તમારા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો મને ગર્વ છે અને અમારી પાસે જે સારો સમય હતો તે 100 ટકા સાચો હતો. મને તેના માટે કોઈ શરમ નથી અને મને કોઈ અફસોસ નથી.”
ગુનેગારે પોતાની વેબસાઈટ બનાવી હતી
સીબીએસ ન્યૂઝ અનુસાર, ઝાક્રઝેવસ્કી પોતાને “સાચા મિત્ર” તરીકે વર્ણવે છે જે નાના બાળકોની સંભાળ રાખે છે. તેની વેબસાઇટ પર, તેણે નાના બાળકોની સારી સંભાળ માટે સંબંધીઓને સેવાઓ ઓફર કરી હતી. વેબસાઈટમાં લખવામાં આવ્યું હતું કે તેમની પાસે આ કામનો 6 વર્ષથી વધુનો અનુભવ છે. તે 3 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છે. આ માહિતી બાદમાં વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી હતી.