Thursday, May 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

આતંકવાદી હુમલા અંગે એનઆઇએ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં થયો ખુલાસો : સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી હોત તો હુમલો થયો ન હોત

dharmendravaghela by dharmendravaghela
2026-05-21 11:50:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025માં થયેલા આતંકી હુમલા અંગે એનઆઈએની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓએ આંતકીઓને ખોરાક, આશ્રય અને માહિતી પૂરી પાડી હતી. તેમજ જો સમયસર માહિતી મળી હોત તો 26 નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત.
આ અંગે એક મીડિયા અહેવાલમાં ચાર્જશીટ અંગે મળેલી માહિતી મુજબ બે સ્થાનિક ગાઈડ પરવેઝ અને બશીર અહેમદે સમયસર માહિતી આપી હોત તો 26 લોકોના જીવ બચાવી શકાયા હોત. જોકે, તેમના મૌન અને આતંકવાદીઓને તેમણે આપેલી સ્થાનિક સહાય કાશ્મીરના ઇતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. ચાર્જશીટ મુજબ આતંકી હુમલાના એક દિવસ પૂર્વે 21 એપ્રિલ, 2025ના રોજ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે છોટુ અને હમઝા અફઘાની નામના ત્રણ આતંકવાદીઓ પહલગામ વિસ્તારમાં ફરતા હતા. આ ત્રણેય આતંકવાદીઓએ સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કર્યો અને તેમને છુપાવા માટે સુરક્ષિત સ્થળ પૂરું પાડવાની માંગ કરી હતી.
તેમજ સ્થાનિક ગાઈડ બશીર અહેમદે એનઆઈએને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો કે તેણે ત્રણ આતંકવાદીઓને જોયા હતા. આતંકવાદીઓએ તેમને સલામત સ્થળે લઈ જવાની સૂચના આપી. ત્યારબાદ તેમને એક ઝાડ નીચે રાહ જોવાનું કહીને બશીર પરવેઝની ઝૂંપડી જેને ‘ઢોક’ તરીકે ઓળખવામાં આવે છે તે તરફ ગયો અને પરવેઝ અને તેની પત્નીને ચૂપ રહેવા જણાવ્યું હતું. ચાર્જશીટ મુજબ આતંકવાદીઓ સશસ્ત્ર હતા અને તેમની બેગ પણ હથિયારોથી ભરેલી હતી. તેઓ ઉર્દૂમાં વાતચીત કરી રહ્યા હતા. પરંતુ તેમનો ઉચ્ચાર પંજાબી હતો. એનઆઈએની પૂછપરછ દરમિયાન બશીરે કબૂલ્યું કે, તેમના શારીરિક દેખાવને જોતાં તેને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ આતંકવાદીઓ હતા.
આતંકવાદીઓએ અલ્લાહના નામે મદદ માંગી હતી. તેમજ પોતાને ખૂબ જ થાકેલા અને તરસ્યા ગણાવ્યા હતા. ત્યારબાદ પરવેઝ અને બશીરે તેમને પાણી, ચા અને ખોરાક પૂરો પાડ્યો. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણ આતંકવાદીઓ લગભગ પાંચ કલાક સુધી ઝૂંપડીમાં રહ્યા. આ સમય દરમિયાન તેમની અને બે સ્થાનિક લોકો વચ્ચે લાંબી વાતચીત પણ થઈ હતી.
ચાર્જશીટ મુજબ, આતંકવાદીઓએ અમરનાથ યાત્રા, પહલગામમાં સુરક્ષા દળના કેમ્પ, સૈનિકોની હિલચાલ અને વિસ્તારની એકંદર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી એકત્રિત કરી હતી. એનઆઈએ દાવો કર્યો છે કે પરવેઝ અને બશીર સંપૂર્ણપણે જાણતા હતા કે તેઓ આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે.તેની બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે આતંકવાદીઓ આ વિસ્તાર છોડવાની તૈયારીમાં હતા. ત્યારે પરવેઝ અને બશીરે તેમને 10 રોટલી અને શાકભાજી પેક કરીને આપી હતી. આતંકવાદીઓ હળદર,મરચું, મીઠું અને વાસણ સાથે લઈ ગયા હતા. ચાર્જશીટમાં વધુમાં જણાવાયું છે કે તેના બદલામાં આતંકવાદીઓએ પરવેઝને 3000 રૂપિયા આપ્યા હતા.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આતંકી હુમલાના દિવસ 22 એપ્રિલના રોજ પરવેઝ અને બશીરે બૈસરન પાર્કની બહાર વાડ પર બેઠેલા એ જ ત્રણ આતંકવાદીઓને જોયા હતા. તેમજ બંનેએ બે પ્રવાસીઓને એસ્કોર્ટ કરીને બૈસરન પાર્કની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓ સાથે પાછા ફરતી વખતે તેઓએ આતંકવાદીઓને જોયા અને તરત જ સતર્ક થઈ ગયા. થોડા સમય બાદ જ્યારે તેઓ પહેલગામ ઉતર્યા ત્યારે બૈસરન ખીણમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. હુમલા બાદ બંને સ્થાનિક ગાઈડ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.

Tags: indiaJ&Klocal helppahalgam attack
Previous Post

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

Next Post

ભાવનગરમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી મામલે સ્પા સેન્ટરની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
અમેરિકાએ ઇરાનના જહાજને રોકીને તલાશી લેતા મિડલ ઈસ્ટમાં તણાવભરી સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ઇરાનના જહાજને રોકીને તલાશી લેતા મિડલ ઈસ્ટમાં તણાવભરી સ્થિતિ

May 21, 2026
Next Post
ભાવનગરમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી મામલે સ્પા સેન્ટરની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી

ભાવનગરમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી મામલે સ્પા સેન્ટરની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી

ભાવનગરની મુખ્ય બજારમાંથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરની મુખ્ય બજારમાંથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.