અફઘાનિસ્તાનના કાબુલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યા પછી આવ્યો હતો. આ ભૂકંપ જમીનની અંદર 73 કિમી અંદર સુધી અનુભવાયો હતો. જોકે, ભૂકંપમાં કોઇ રીતના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં વારંવાર ભૂકંપ આવી ચુક્યો છે જેમાં હજારો લોકોના મોત થયા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પાકિસ્તાન અને નેપાળમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જોકે, તેમાં કોઇ નુકસાનના સમાચાર સામે આવ્યા ન હતા.