ઉત્તર પ્રદેશની રામ નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ઝડપી કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાત-પ્રતિષ્ઠા કરવાના છે. જ્યારે શ્રદ્ધાલુઓ પણ અયોધ્યા રામ મંદિરના દર્શન માટે થનગની રહ્યા છે. ત્યારે આજે નિર્માણ પામી રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના ક્રેન દ્રશ્યોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ ટ્વિટ કરી છે.