કતારમાં ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મીઓને આપવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ ભારતની અપીલ સ્વીકારી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતારની એક કોર્ટે ગુરૂવારે અપીલ દસ્તાવેજ સ્વીકાર કરી લીધા અને હવે આ મામલા પર પોતાના નિર્ણયની જાહેરાત કરવા માટે તેનો અભ્યાસ કરશે. મામલામાં બીજી સુનાવણી જલ્દી થવાની આશા છે જેમાં થોડી સંભાવના છે કે કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેન્સે 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. ભારતે નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો જણાવ્યો હતો અને મામલામાં બધા કાયદાકીય વિકલ્પ જોવાનો સંકલ્પ લીધો હતો. પ્રાઈવેટ કંપની અલ દહરાની સાથે કામ કરનાર આ ભારતીય નાગરીકોની કથિત રીતે જાસૂસીના એક મામલામાં ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 16 નવેમ્બરે કહ્યું હતું કે કતરની એક કોર્ટ દ્વારા ભારતીય નવસેનાના આઠ પૂર્વ કર્મિઓને સંભળાવવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ અપીલની પ્રક્રિયા ચાલું છે.
બાગચીએ કહ્યું, “મામલો હાલ ત્યાં કાયદાકીય પ્રક્રિયામાં છે. જેવું કે અમે જણાવ્યું કતારની અપીલ કોર્ટમાં અક અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલા પર કતરના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને અમે તેમને બધી કાયદાકીય અને રાજનૈતિક સહાયતા આપવાનું ચાલુ રાખીશું.”