સવારે સવારે દુનિયાના ત્રણ દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં પાપુઆ ન્યૂ ગિની, ચીન અને પાકિસ્તાન સામેલ છે. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણએ આ વાતની જાણકારી આપી છે. પાપુઆ ન્યૂ ગિનીમાં 6 .5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના ઝટકા દરિયા કિનારાથી 20 કિલોમીટર દૂર પ્રશાંત ટાપુના પૂર્વ સેપિક પ્રાંતના પાટનગર વેવાક શહેરથી થોડા દૂર અનુભવાયા હતા.
આ સિવાય ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન પણ ભૂકંપના ઝટકાથી હલી ગયુ હતુ. ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જ્યારે પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્રણેય જગ્યાએ કોઇ નુકસાનના સમાચાર નથી.