અમદાવાદ શહેરમાં વધુ એક વખત લૂંટનો બનાવ બન્યો છે..શહેરના નેશનલ હેન્ડલુમ શોપિંગ મોલના એકાઉન્ટન્ટ અને સાથી કર્મી સાથે લૂંટની ઘટના થઈ હતી. એકાઉન્ટન્ટ અને સાથી કર્મી બેંકમાં નાણા ભરવા જતા સમયે માદલપુર ગામ પાસે મારામારી કરીને બે લોકોએ રૂપિયા 31 લાખની લૂંટ ચલાવી હતી. રૂપિયા ભરેલી બેગને લૂંટીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને કંપનીના આ કર્મચારીઓએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.
આ લૂંટની ફરિયાદ દાખલ થયા પછી એલિસબ્રિજ પોલીસ ફૂલ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપીઓને દબોચવા તાત્કાલિકાના ધોરણે અલગ અલગ ટીમો પણ બનાવી હતી. જોકે એલિસબ્રિજ પોલીસે ગણતરીના સમયમાં બન્ને આરોપીને ઝડપીને મુદ્દામાલ કબ્જે કર્યો છે, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને સખ્ત પૂછપરછ હાથ ધરી છે.