રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચી કસોટી લેવામાં આવી હતી. કુલ 5075 સ્કૂલોમાં ખાલી પડેલી પીટી ટીચર્સની જગ્યા સામે 3591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ અંદાજે 14 વર્ષ પછી લેવાયેલી પીટી ટીચર્સની ભરતી પ્રક્રિયા માટેની ટેસ્ટમાં પણ પુરતી સંખ્યામાં ઉમેદવારો મળી શક્યા નથી. અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપનારા 68 ઉમેદવારોની સામે 73 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આગામી દિવસોમાં પરિણામ જાહેર થયા બાદ કેટલા ઉમેદવારો પાસ થાય તે મહત્વનું છે.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કેન્દ્રો પરથી પીટી ટીચર્સ બનવા માટેની ખેલ અભિરૂચી ટેસ્ટ લેવામાં આવી હતી. આ ટેસ્ટમાં કુલ 4893 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી પરીક્ષામાં 3591 ઉમેદવારો હાજર રહ્યા જેની સામે 130ર ગેરહાજર રહ્યા હતા. રાજયમાં 300થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી સ્કુલમાં વ્યાયમ એટલે કે પીટી ટીચર્સની હંગામી ધોરણે ધોરણે નિમણુંક કરવા માટે આ ટેસ્ટ યોજનામાં આવી હતી. 21 હજાર રૂપિયા માસિક વેતનથી ખેલ સહાયકની નિમણુંક કરવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 30મી ઓગષ્ટના રોજ ખેલ સહાયક કસોટી લેવાની જાહેરાત કરી હતી.
300 સંખ્યા ધરાવતી સ્કુલમોાં 5075 જગ્યાઓની સામે ઓછા ફોર્મ ભરાતા પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. નવી લાયકાત અને વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યા બાદ નવેસરથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બીજી વખત રજીસ્ટ્રેશન કર્યા પછી પણ અંદાજે પ હજાર જગ્યાઓની સામે 4893 ફોર્મ ભરાયા હતા. પરીક્ષા બોર્ડ દ્વારા કુલ 100 માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી. કુલ નોંધાયેલ 4893 ઉમેદવારો પૈકી 3બ્પ91 ઉમેદવારો હાજર રહેતા પરીક્ષામાં 73.39 ટકા હાજરી નોંધાઇ હતી. આગામી દિવસોમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં હજુ કેટલાક ઉમેદવારો નાપાસ થતાં કુલ જગ્યા સામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે તેવી સ્થિતિ મળી રહી છે.