દાહોદ જિલ્લામાં પાંચ દરમિયાન 6 જેટલી બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો ઘટસ્ફોટ થયા બાદ એક બાદ એક આરોપીઓ પોલીસની પકડમાં આવવા લાગ્યા છે.
18 કરોડથી વધુની રકમના આ કૌભાંડમાં પૂર્વ IAS બી.ડી. નિનામાની ધરપકડ કરાયા બાદ આજે દાહોદ પોલીસે દાહોદ જિલ્લા પંચાયતના નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની ધરપકડ કરતા ખળભળાટ મચ્યો છે. આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.