ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ભારતએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટી20 માં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.