નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના કલેકશનમાં ૧૫ ટકાનો ઉછાળો આવીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા થયું હોવાની જાહેરાત નાણા મંત્રાલયે કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં કલેકશન ૧.૪૫ લાખ કરોડ રૂપિયા હતું.
મંત્રાલયે એક નિવદનમાં કહ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩માં ગ્રોસ જીએસટી ૧,૬૭,૯૨૯ કરોડ રૂપિયા વસુલ કરાયો હતો, જેમાંથી સીજીએસટી ૩૦,૪૨૦ કરોડ રૂપિયા અને એસજીએસટી ૩૮,૨૨૬ કરોડ રૂપિયા વસુલ કરાયો હતો. આઈજીએસટી ૮૭,૦૦૯ કરોડ રૂપિયા (જેમાં માલના આયાત પર મળેલા ૩૯,૧૯૮ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે) અને સેસ ૧૨,૨૭૪ કરોડ રૂપિયાનું કલેકશન છે. જોકે નવેમ્બર ૨૦૨૩માં કલેકશન ઑક્ટોબરમાં વસુલ કરવામાં આવેલા ૧.૭૨ લાખ
કરોડ કરતાં ઓછો હતો. ઑક્ટોબરનું કલેકશન જીએસટી શરૂ કર્યા બાદનો બીજા નંબરનું મોટું કલેકશન છે.