Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પણ આ ભેદી રોગે ટકોરા માર્યા : અમેરિકા ચીનના પ્રવાસ પર ‘રોક’ લગાવશે!

અમેરિકાના અનેક રાજયો ઉપરાંત યુરોપમાં બાળકો આ રોગમાં સપડાયા : વ્હાઈટ લંગ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી બિમારીમાં એન્ટીબાયોટીક પણ નિષ્ફળ

dharmendravaghela by dharmendravaghela
2023-12-02 13:00:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોનાકાળનો ખૂબ જ કપરો અને ભયાનક અનુભવ કરી ચૂકેલા વિશ્વને હવે ચીનમાં ખાસ કરીને બાળકોમાં રહસ્યમય રીતે ફેલાઈ રહેલા વ્હાઈટ લંગ સિન્ડ્રોમ- ભેદી ન્યુમોનિયાથી જબરો ડર છે અને અમેરિકામાં પણ આ ભેદી રોગે ટકોરા માર્યા હોવાના અહેવાલ બાદ અમેરિકી સાંસદોએ ચીન પર યાત્રા પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.
આ રહસ્યમય ન્યુમોનિયા જે ચીનમાં વ્યાપક રીતે બાળકોને અસર કરી રહ્યા છે. તે ઉપરાંત તે હવે ડેનમાર્ક અને અમેરિકામાં પણ દેખાયો છે. નેધરલેન્ડમાં પણ તેના કેસ નોંધાતા યુરોપમાં પણ ગભરાટ છે. આ રોગથી ફેફસાને નુકશાન થતું હોવાથી તેને વ્હાઈટ-લંગ સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે અને તેની સામે અનેક પ્રકારની એન્ટીબાયોટીક પણ કોઈ અસર કરતી નથી. આ રોગ કફ કે નાક છીંકવાથી કે શ્વાસ વાટે પણ ફેલાય છે.
ચીનમાં આ રોગ અંગે અગાઉ કોરોનામાં જે માહિતી દબાવી રખાઈ હતી તે જ રીતે હવે આ અંગે બહું મોડુ જાહેર કરવામાં આવે છે અને ચીન બાદ હવે તે અમેરિકાના ઓહિયામાં પણ બાળકોને હોસ્પીટલમાં સારવારની જરૂર પડી હતી. જો કે આ વાયરસ નથી પણ બેકટેરીયા છે અને તે અગાઉથી જ અસ્તિત્વ ધરાવતો હતો. પણ વ્હાઈટ લંગ સિન્ડ્રોમ જે ન્યુમોનિયાનો સૌથી ખરાબ પ્રકાર છે તે ફેફસાને સાવ સફેદ કરી દે છે. આ રોગ કઈ રીતે થાય છે તેનું કારણ હજું જાણી શકાયું નથી પણ તેને હાલ બેકટેરીયલ, વાયરસ અને પર્યાવરણ સંબંધી ફેકટરની અસર થઈ શકે છે.
અમેરિકામાં પાંચ સાંસદોએ પ્રમુખ જો બાઈડનને એક પત્ર લખીને ચીન સાથે પ્રવાસ પ્રતિબંધ લાદવા માંગ કરી છે તો બીજી તરફ વિશ્ર્વ વ્યાપાર સંગઠને પણ ચીનને આ બિમારીની વધુને વધુ માહિતી વિશ્ર્વને આપવા અપીલ કરી છે. જેથી કોરોનાની જેમ ઉંઘતા ઝડપાઈ જવાય નહી તો ચીનના પાડોશી ટાપુ રાષ્ટ્ર તાઈવાને તો ચીની યાત્રા કરવા પર એડવાઈઝરી જાહેર કરી બહું જરૂરી હોય તો જ ચીનની યાત્રા કરવા અને કોવિડ વેકસીન લઈને જવા તેના નાગરિકને જણાવ્યું છે.

Tags: china tour breakUSAwhite lung syndrome
Previous Post

તમિલનાડુમાં ED નો અધિકારી જ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

Next Post

આ મહિને અયોધ્યામાં શરૂ થશે “પ્રભુ શ્રી રામ એરપોર્ટ”

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આ મહિને અયોધ્યામાં શરૂ થશે “પ્રભુ શ્રી રામ એરપોર્ટ”

આ મહિને અયોધ્યામાં શરૂ થશે "પ્રભુ શ્રી રામ એરપોર્ટ"

અમેરિકામાં પેલેસ્ટિનિયન સમર્થક જીવતો સળગ્યો

અમેરિકામાં પેલેસ્ટિનિયન સમર્થક જીવતો સળગ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.