ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર પુર્ણ થયા પછી, ભારતીય સમય અનુસાર શુક્રવારે મોડી રાત્રે એક પેલેસ્ટિનિયન સમર્થકે અમેરિકામાં જીવતા સળગીને આત્મહત્યા કરી છે. આ ઘટના એટલાન્ટા શહેરમાં ઇઝરાયલી કોન્સ્યુલેટની સામે બની હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા ગાર્ડે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નિષ્ફળ રહ્યો હતો. પ્રદર્શનકારીનું 90% શરીર સળગી ગયું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સત્તાવાળાઓએ હજુ સુધી તેની ઓળખ જાહેર કરી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે આગ લગાવી ત્યારે તેણે પેલેસ્ટિનિયન ધ્વજ લપેટ્યો હતો.