ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરાને દરિયાઇ માર્ગે જાેડતી રો-રો ફેરી સર્વિસે તાજેતરમાં જ ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં છે. જ્યારે પુરા થતા નવેમ્બર-૨૦૨૩ના માસ સાથે એક નવો વિક્રમ સ્થાપ્યો છે. રો-રો ફેરી મારફત ૬.૯૦ લાખ યાત્રીકો યાત્રાનો આનંદ મેળવ્યો છે. જ્યારે ૧ લાખ કાર, ૫૫૪૦૦ ટુ વ્હીલરએ સફર ખેડી છે. આમ રો-રો ફેરી ભાવનગર-સુરત વચ્ચે આવાગમનમાં ખુબ જ સુગમ બની રહી છે. જાે કે, કેટલીકવાર ઉભા થતા વિઘ્નોના કારણે યાત્રીકોએ કલાકો સુધી અટવાઇ રહેવું પડે છે. થોડા દિવસ પૂર્વે જ દરિયામાં ડ્રેજીંગના અભાવે ઘોઘા નજીક શિપ ખુંચી જતા ભાવનગરથી સુરત જવા નીકળેલા પ્રવાસીઓ ૧૦ કલાકે માંડ પહોંચ્યા હતાં.
વડાપ્રધાન મોદીના ડીમ પ્રોજેક્ટ સમા રો-પેક્ષ ફેરી સર્વિસ લોકપ્રિય નિવડી છે પરંતુ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરીમાં ગંભીરતા નહીં દાખવાતા રો-રો ફેરી સર્વિસને લાંછન લાગ્યું હતું. ચેનલમાંથી ડ્રેજીંગ કરીને મલબો દૂર ફેંકવાને બદલે બાજુમાં જ ખડકી દઇ ભ્રષ્ટાચાર કરાયો હોવાની બુમ ઉઠી છે ત્યારે આ સંદર્ભે ઉંડી તપાસ થાય અને કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં રો-રો ફેરી સર્વિસને ફરીવખત વિઘ્ન નહીં આવે તેમ તજજ્ઞોનું માનવું છે.
રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બન્યું છે, પરિણામે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે.
ફેરી સર્વિસનું સંચાલન ‘ડ્ઢય્ સી કનેક્ટ’ બ્રાન્ડ નેમ હેઠળ ડેટોક્ષ ગ્રુપની કંપની ઈન્ડિગો સીવેયઝ પ્રા.લિ. કરે છે. ઈન્ડિગો સીવેયઝના સી.ઈ.ઓ. દેવેન્દ્ર મનરાલે આપેલી માહિતી મુજબ ૩૦ નવેમ્બર-૨૦૨૩ની સ્થિતિએ રો-રો ફેરી મારફત યાત્રીકો અને વાહનોની અવર-જવરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે જેમાં ૬.૯૦ લાખ પ્રવાસીઓ, ૧ લાખ કાર અને ૫૫૪૦૦ ટુ વ્હીલર્સ તેમજ ૭૫૬૦૦ કાર્ગોનું વહન થયું છે.