ગોહિલવાડ પંથકમાં શિયાળાના પ્રારંભ સાથે જ ઠંડીનો ચમકારો શરુ થઇ ગયો છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પણ પલ્ટો આવી રહ્યો છે. સવારના સમયે વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. અને તેના કારણે શહેરમાં સવારે મોડે સુધી ધુમ્મસ છવાયેલુ રહે છે. આજે સવારે પણ શહેરની સાથે હાઇવે પર પણ સવારે ધુમ્મસ છવાયુ હતું પરિણામે વાહન ચાલકોને પોતાના વાહનો ધીમે ચલાવવાની ફરજ પડી હતી. સવારે ૧૧ વાગ્યા બાદ તડકો નિકળતા ધુમ્મસ ઓછુ થવા પામ્યું હતું.