ભાવનગરના હલુરિયા ચોક પાસેથી એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂના ૫૮૦ ચપટા ભરેલી ૦૪ સુટકેસ સાથે આડોડીયાવાસમાં રહેતી મહિલાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પોલીસ કાફલો ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગરના હલુરીયા ચોકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની સામે ભુતના લીમડા તરફ જતા ખાંચામાંથી આડોડીયાવાસમાં રહેતા મીનાબેન રાકેશભાઈ રાઠોડને ઇંગલિશ દારૂ ના ૫૮૦ ચપટા, કિં. રૂ. ૭૧,૧૨૫ ભરેલી ચાર સુટકેસ સાથે ઝડપી લઇ ઇંગ્લિશ દારૂ તેમજ સૂટકેસ મળી કુલ રૂ. ૭૧,૯૨૫ નો મુદ્દામાલ કબજે કરી મહિલાને દિવસના સમયે ગંગાજળિયા પોલીસ મથકમાં હાજર થવા તાકીદ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુણનો દાખલ કરાવ્યો હતો.