Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોર્પોરેશને જપ્ત કરેલ માલસામાનની હરરાજી કરવા તખ્તો તૈયાર, શાસકોની મંજૂરીની રાહ

૪૮ ટન માલ-સામાનની હરરાજી માટે અપસેટ પ્રાઇઝ નકકી કરાઇ, પરામર્શ બાદ શાસકો લીલીઝંડી આપે એટલે ટેન્ડર પ્રક્રિયા આગળ વધશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-08 13:54:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાપાલિકામાં બદલી થઈ આવેલા મ્યુ. કમિશનર ઉપાધ્યાયએ ગત વિધાનસભા ચૂંટણી પછીથી ઓપરેશન દબાણ હટાવ હાથ ધરી શહેરના ખૂણે ખાચ દબાણો જપ્ત લેવાનું અભિયાન છેડ્યું છે જે હજુ પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે દરમિયાનમાં દબાણો નો માલસામાન સંગ્રહ કરવા હવે જગ્યા ઓછી પડતા હરરાજી દ્વારા ચીજ વસ્તુઓના નિકાલ માટે તખ્તો ઘડાયો છે. ફાઈલ તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટી સાથે પરામર્શ બાદ મંજૂરી મળ્યેથી પ્રકિયા આગળ ધપશે તેમ એસ્ટેટ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે.
મહાપાલિકા દ્વારા જાન્યુઆરી મહિનાથી દબાણોથી ભરચક વિસ્તારોમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરી સફાયો કર્યો છે. અને શરૂઆતના તબક્કામાં પેનલ્ટી લઈને કબજે કરેલ માલ સામાન સોપતા ન હતા. પરંતુ ત્યારબાદ પેનલ્ટી વસૂલ કરી માલ સામાન છોડવામાં આવી રહ્યા છે. જપ્ત કરેલો માલ સામાન મુકવા માટે એક પછી એક જગ્યા પણ કોર્પોરેશનને ટૂંકી પડવા લાગી છે. રોડ પરની કેબીનો, લારી ગલ્લા, કન્ટેનર, કાઉન્ટર, ટીંગણીઓ, રસોઈ બનાવવાના સાધનો, લોખંડના પાઇપ, અલંગનો ભંગાર સહિતની જપ્ત કરવામાં આવેલી ચીજ વસ્તુઓ મોટા જથ્થામાં ભેગી થઈ છે. ખાસ કરીને કેબિન, કન્ટેનર છોડવામાં આવ્યા નથી.
કોર્પોરેશન પાસે એકત્ર થયેલ ભંગાર અને અન્ય ચીજ વસ્તુઓના નિકાલ માટે અપસેટ વેલ્યુએશન કમિટી દ્વારા અંદાજિત કિંમત નક્કી કરી તેના નિકાલ માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરાઈ છે. જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી પેનલ્ટી વસૂલી છોડી મૂક્યા બાદ ૪૫૦ લારી,ગલ્લા,કેબિન સહિતનું પડ્યું છે જેનો ૪૮ ટન વજન છે. તેની અપસેટ પ્રાઈઝ ૧૪ લાખ રૂપિયા વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવી છે. પરામર્શ બાદ ટેન્ડર પ્રકિયા આગળ વધશે.આમ, કોર્પોરેશને જપ્ત કરેલ દબાણોનો માલસામાનની હરરાજી કરવા તખ્તો ઘડયો છે.

Tags: bhavnagar mahanagarpalikajapt malsaman harraji
Previous Post

ઈઝરાયેલની સેનાએ 100 શંકાસ્પદ આતંકવાદીઓની કપડા વગર પરેડ કરવાઈ

Next Post

આજે ચોથા દિવસે મોતીતળાવથી કુંભારવાડા રેલ્વે ફાટક સુધી ગંદકી અને દબાણોનો સફાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજે ચોથા દિવસે મોતીતળાવથી કુંભારવાડા રેલ્વે ફાટક સુધી ગંદકી અને દબાણોનો સફાયો

આજે ચોથા દિવસે મોતીતળાવથી કુંભારવાડા રેલ્વે ફાટક સુધી ગંદકી અને દબાણોનો સફાયો

કેનેડાએ સ્ટુડન્ટ વિઝા માટે નાણાંકીય ક્ષમતા વધારી 20,635 ડોલર કરી

કેનેડાએ સ્ટુડન્ટ વિઝા માટે નાણાંકીય ક્ષમતા વધારી 20,635 ડોલર કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.