છત્તીસગઢને જલ્દી નવો મુખ્યમંત્રી મળી શકે છે. 10 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લાગશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં પણ ભાજપ જલ્દી પોતાના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવા જઇ રહ્યું છે. સોમવારે એટલે કે 11 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. OBC મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લાકડાને મધ્યપ્રદેશના નીરિક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં વિધાયક દળના નેતા પસંદ કરવા માટે કેન્દ્રીય જનજાતીય મંત્રી અર્જૂન મુંડા, આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમના નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજસ્થાનને લઇને પેચ ફસાયેલો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઇને કેટલીક અટકળો ચાલી રહી છે પરંતુ કોઇના પર મોહર લાગતી જોવા નથી મળી રહી. વસુંધરા રાજેનું ક્યારેય નામ સામે આવે છે તો ક્યારેય દિયા કુમારીનું નામ આગળ કરવામાં આવે છે. એવા પણ સમાચાર સામે આવે છે કે મહંત બાલકનાથને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. અસલમાં મોદી-શાહના મનમાં શું ચાલી રહ્યું છે, આ કોઇને ખબર નથી.