મધ્યપ્રદેશના ઉજજૈન વિધાનસભાના પ્રવાસી પ્રભારી તરીકે હવાલો સંભાળનાર ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય મોહન યાદવજીની મુખ્યમંત્રી પદે પસંદગી થતા અભિનંદન પાઠવેલ છે.
ભાવનગર પશ્વિમ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉજજૈનના પ્રવાસી પ્રભારી તરીકે નિમણુંક થઇ હતી તથા પૂર્વ મહામંત્રી મહેશભાઇ રાવલ દક્ષિણ વિધાનસભાના ઇન્ચાર્જ હતા. .આમ, મધ્યપ્રદેશમાં મુખ્યપદે સતારૂઢ થનાર બંને હોદેદારોના વિજયમાં ભાવનગરનો પણ સિંહફાળો હતો તે વાત ભાવનગર ભાજપ માટે ગૌરવરૂપ છે.