Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

વરીયાળી- ગોળની રસી ઉમેરીને બનાવટી જીરાનું ઉત્પાદન થતું હતું : રૂ।.89 લાખનો 31000 કિલોનો જથ્થો જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 11:47:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી પસાર થતાં ગંગાપુરા રોડ પર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. જ્યાંથી રૂ।.89 લાખની કિંમતનો 31 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્સ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી ગોળ ની રસીનો 643 લીટર જથ્થો, મિક્ષ પાઉડરનો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ।.89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

 

Tags: duplicate jiru japtunza
Previous Post

ગુજરાતમાં 1.65 કરોડના ખર્ચે સ્માર્ટ મીટર લગાવાશે

Next Post

ન્યુયોર્ક, વોશિંગ્ટન, મેક્સિકો, હોંગકોંગ, બેલ્જિયમ સહિત વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post
ન્યુયોર્ક, વોશિંગ્ટન, મેક્સિકો, હોંગકોંગ, બેલ્જિયમ સહિત વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો

ન્યુયોર્ક, વોશિંગ્ટન, મેક્સિકો, હોંગકોંગ, બેલ્જિયમ સહિત વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો

અચાનક આવતા હાર્ટ એટેકમાં જવાબદાર બ્રુગાડા સિન્ડ્રોમ

રાજ્યમાં વિદ્યાર્થી સહિત વધુ 7 લોકોનાં હાર્ટએટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.