જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટાઇટલ સૂટને પડકાર આપતી મુસ્લિમ પક્ષની તમામ 5 અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે સંભળાવ્યો છે.
મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષના 1991ના કેસને પડકાર આપતા અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. અંજુમન ઇંતેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે અલ્હાબાદ હાઇકોર્ટમાં 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી. આ કેસમાં 8 ડિસેમ્બરે જ અલ્હાબાદ હાઇકોર્ટે સુનાવણી પુરી થયા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કુલ 5 અરજીઓ પર સુનાવણી ચાલતી હતી જેમાં 2 અરજીઓઓ સિવિલ સુટની જાળવણી સામે હતી અને 3 અરજીઓ ASI સર્વેના આદેશ વિરૂદ્ધ હતી.
મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઇકોર્ટમાં પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો આપતા કહ્યું હતું કે આ કાયદા હેઠળ જ્ઞાનવાપી પરિસરમાં કોઇ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી શકતી, જેના પર કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં આ નિયમ વચ્ચે આવતો નથી.