બુધવારે પાકિસ્તાનમાં દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારના ઘરે વિસ્ફોટની ઘટના બની હતી. મીડિયા અહેવાલ અનુસાર, આ હુમલો લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને થયો હતો, જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ ગેરેજમાં થયો હતો. આ હુમલામાં ક્ષતિગ્રસ્ત કાળા કલરની કારની તસવીરો પણ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. પાકિસ્તાનની જાબ પોલીસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતિય પોલીસ વડા ડૉ. ઉસ્માન અનવરે આ ઘટનાની નોંધ લીધી છે અને રાજધાની લાહોરના પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.
ઘાયલ જવાનોની ઓળખ આમિર અને ખુર્રમ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે. પાકિસ્તાની પોલીસ મુજબ, “પૂર્વ CJPના પરિવારના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.






