મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે આજે શહેરના કુંભારવાડા રેલ્વે ફાટકથી ગઢેચી વડલાના રોડ પર રેલ્વે ફાટકની સમાંતર ખડકાયેલ દબાણોનો સફાયો કર્યો હતો. જેમાં એક કેબીન, છ લારી જપ્ત લેવાયેલ. જ્યારે બે શેડને દૂર કરાયા હતાં. આ ઉપરાંત શા†ીનગર પુલ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક થયેલ બે મોટર કારને લોક કરાઇ હતી.
શા†ીનગરમાં હાઉસીંગ બોર્ડની કચેરીની પાછળ મહાપાલિકાની માલિકીનો શિક્ષણ માટે રિઝર્વ પ્લોટ આવેલો છે જ્યાં સ્થાનિક સોસાયટીના રહિશોએ પતરા મારી કબ્જા કરી લેતા જાહેર રસ્તો બંધ થઇ ગયેલ આથી કોર્પોરેશનની ટીમ દ્વારા આજે કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા સાથે ગેટ કબ્જે લેવામાં આવ્યો હતો. જ્યારે હાદાનગરમાં આજે ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા ઓટલા તોડ અભિયાન ચાલુ રહ્યું હતું.