વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે CID ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. CID ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરના દીપક પટેલ ,સ્નેહલ પટેલ ,અમદાવાદનાં નિરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમ્રેન્દ્ર ઉર્ફે અમર પૂરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે વિઝા કન્સલ્ટન્સીએ આઉટ સોર્સ ઇન્ડીયા નામની ઓફિસ ખોલી હતી જેમાં એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા.
CID ક્રાઇમ બ્રાન્ચને રેડ દરમિયાન ઓફિસમાંથી ખોટા એક્સપીરિયન્સ લેટર અને બનાવટી માર્કશીટ મળી આવી હતી. છત્રપતિ શાહુ જી વિશ્વવિદ્યાલય કાનપુર, વિલિયમ કેરી યુનિવર્સિટી મેઘાલય, સંગાઈ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે વગેરે યુનિ. ના સર્ટિ દિલ્હીના અમ્રેન્દ્ર પૂરીએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોંડ યુનિવર્સીટી દિલ્હી, પ.રવિશંકર શુક્લા વિદ્યાલય છત્તીસગઢ , ઓશમાંનીયા યુનિ. હૈદરાબાદ સાથે અલગ અલગ યુનિ.ના સર્ટિ નિરવ મહેતા પાસે બનાવ્યા હતા. એજન્ટ અનિલ મિશ્રા સાણંદ વાળા પાસેથી મહાત્મા ગાંધી કાશી વિશ્વવિદ્યાપીઠ વારાણસી સર્ટિ. બનાવવા માટે અલગ અલગ ભાવ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી દીપક પટેલ અને સ્નેહલ પટેલ દ્વારા 60 હજાર થી 1.25 લાખ મેળવી લેતા જેમાં કેસ પેટે 10 હાજર લઈ બાકીના એજન્ટ અમરેન્દ્ર પૂરી તથા નિરવ મહેતા અને અનિલ મિશ્રા આંગડિયા મારફતે મોકલતા હતા. CID ક્રાઇમે બનાવટી દસ્તાવેજની તપાસ કરીને આરોપી પકડવા વધુ તપાસ શરૂ કરી છે.