રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ૨૮મીએ પરવડી ખાતે ગૌશાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આ કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે જુદાં-જુદાં દિવસે ભાવનગર઼ જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણા ખાતે આગામી તા.૨૫ થી તા. ૨૭ દરમિયાન જૈન સમાજના ત્રિ- દિવસીય સહ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતતા. ૨૬ના રોજ સવારે ૧૧ કલાકે ઼ પાલિતાણા આવશે. અહી જૈન સમાજના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તિર્થનગરી પાલિતાણા ખાતે જૈન સમાજના ૧૦૦૦માં વર્ષને ગૌરવવર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ભારતભરમાંથી જૈન સમુદાયના લોકો પાલિતાણા ઉમટશે. આ સિવાય ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે તા. ૨૮ના રોજ ગૌશાળાના એક કાર્યક્રમમાં બપોરે ૩ કલાકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.