પાકિસ્તાનમાં આવતા વર્ષે 2024માં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાં સામાન્ય બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ડોનના અહેવાલ મુજબ, સવેરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે.
હિંદુ સમુદાયની સદસ્ય સવેરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવેરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.