ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી ગેરકાયદેસર રીતે પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવે છે. અનેક કિસ્સામાં સ્થાનિક પોલીસની મિલીભગત હોવાથી દરોડાની કામગીરી કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ને જવાબદારી સોંપવામાં આવે છે.વર્ષ 2023માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલી કામગીરીમાં 466 કેસમાં 20 કરોડ રૂપિયાના દારૂ સાથે 40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે વર્ષ 2022ની સરખામણીમાં બમણો છે.
દારૂના ગેરકાયદેસર વેપલામાં સ્થાનિક પોલીસની સંડોવણી હોવાને કારણે બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB અને સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરોડાની કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2023માં સ્ટેટ મોનીટરીંગ સેલે 466 કેસો નોંધીને 20 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ સહિત 40 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો.
સૌથી વધારે દારુ મે અને ડિસેમ્બર મહિનામાં જપ્ત કરાયો છે. દારૂ ગુજરાતમાં ઘુસાડવા સમયે પોલીસથી બચવા માટે બુટલેગરોએ હવે મોડ્સ ઓપરેન્ડી બદલી છે. જેમાં ગેસ કે એસિડ કન્ટેઈનરોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.