22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામમંદિરમાં 24 પુજારીઓ પોતાની સેવા બજાવશે, આ પુજારીઓની પસંદગીમાં સામાજીક સમરસતા અપનાવાઈ છે એટલે કે પુજારીઓની પસંદગી તેમની જાતિના આધારે નહી, પણ યોગ્યતાના આધારે કરાઈ છે.
આ પસંદ થયેલા પુજારીઓને તાલીમ અપાઈ રહી છે. પસંદ થયેલા પુજારીઓમાં બે એસસી (અનુસૂચિત જાતિ) અને એક ઓબીસી (અન્ય પછાત જાતિ)નો સમાવેશ થયો છે. તાલીમમાં આ પુજારીઓ યુવા ગુરુકુળના નિયમોનું પાલન કરી રહ્યા છે, તેમાં ન તો કોઈ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે કે ન તો બહારની વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે છે. પુજારીઓને રામમંદિરના મહંત મિથિલેશ નંદીની શરણ અને મહંત સત્યનારાયણ દાસ પૌરોહિત્ય અને કર્મકાંડનું શિક્ષણ આપી રહ્યા છે.