શરદ પવાર જૂથના NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જીતેન્દ્ર આવ્હાડે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે રામ અમારા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહિ પણ માંસાહારી હતા. તેમના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાડે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
વાસ્તવમાં જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે રામ અમારા છે, બહુજનના છે. રામ શિકાર કરીને ખાતા હતા. તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ, પણ અમે રામને અમારી મૂર્તિ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ સિવાય NCP નેતાએ મહાત્મા ગાંધીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું કારણ કે તેઓ ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બન્યા.