અમેરિકી દેશોના માર્ગે અને કેનેડા મારફત અમેરિકામાં ઘુસણખોરીમાં ભારતીયો હવે વધુ હિમ્મતવાન બનવા લાગ્યા છે પણ અમેરિકામાં ગેરકાનુની રીતે ઘુસણખોરી કરવા કે ગેરકાનુની રીતે રહેતા ભારતીયોને તડીપાર કરવાનું હવે નવા રેકોર્ડ બનાવવા લાગ્યા છે અને 2023માં સરેરાશ રોજ એક ભારતીયને આ રીતે અમેરિકા બહાર કરવામાં આવ્યા હતા.
અમેરિકાના ઈમીગ્રેશન વિભાગના ડેટા કહે છે કે, 2023માં 370 લોકોને આ રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જો કે 2019માં 1616 અને 2020માં 2312 ભારતીયોને આ પ્રમાણે ગેરકાનુની ઘુસણખોરી કે રહેવા માટે અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. જો કે ડિસેમ્બરની ઘટનાએ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. જેમાં ચાર્ટર્ડ ફલાઈટ અને અમેરિકામાં ઘુસવા માટે ટ્રમ્પવોલ કુદાવી દેવા સહિતની ગેરન્ટી અપાય છે.
અમેરિકામાં કાનુની માર્ગે વસવા માંગતા ભારતીયોને મદદ કરી રહેલા એક ગુજરાતી વ્યાપારીએ કહ્યું કે ટ્રમ્પ શાસન સમયે ગેરકાનુની ઘુસણખોરી અને અહી વસી ગયેલા વિદેશીઓ જેઓના કાનુની પેપર્સ પણ યોગ્ય ન હતા તેમની સાથે સૌથી મોટી ઝુંબેશ ચલાવાઈ હતી અને આ પ્રકારે ડિપોર્ટ થનારમાં ગુજરાતીઓ તથા પંજાબીઓ પ્રથમ ક્રમે છે અને હવે ફરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદની ચુંટણીમાં ઝંપલાવી રહ્યા છે તો તેઓએ ખાતરી આપી છે કે તેઓ ફરી આ પ્રકારે ગેરકાનુની ઈમીગ્રેશન સામે ઝુંબેશ શરૂ કરશે.
જો કે જેટલા ભારતીયો અમેરિકામાં ઘુસે છે તેમાં બહું થોડાને ઝડપીને ડિપોર્ટ કરી શકાય છે. મોટાભાગના ઘુસણખોરીના તબકકે જ ઝડપાય છે. થોડા કોઈ ગેરકાનુની કામોમાં ફસાય અને તે ગેરકાનુની વસાહતી છે તે નિશ્ચિત થાય તો તેને પરત કરાય છે. 2023માં અમેરિકામાં જ કુલ 96917 ભારતીયો જેઓ ગેરકાનુની રીતે ઘુસ્યા તેઓ ઝડપાયા હતા પણ બહું ઓછાને ડિપોર્ટ કરી શકાયા છે